કોઈને કાનોકાન ખબર પડે તે પહેલા જ ઉધના ભાજપ કાર્યાલય પર પહોચી કેસરિયા કર્યા
સુરત આમ આદમી પાર્ટીમાં ફરીથી એક વખત ભારતીય જનતા પાર્ટીએ ગાબડું પાડ્યું છે. સુરત આમ આદમી પાર્ટીના 10 કોર્પોરેટર ભાજપમાં જોડાયા છે. આ પહેલા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી બાદ લગભગ ચાર જેટલા આપના કોર્પોરેટર ભાજપમાં જોડાયા હતા. જોકે હવે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ 10 આમ આદમી પાર્ટીના કોર્પોરેટર ભાજપમાં ગયા છે. આમ સુરતમાં આમ આદમી પાર્ટીમાં ભંગાણની પરિસ્થિતિ સર્જાઈ છે.
સુરત આપના 10 કોર્પોરેટર ભાજપમાં જોડાઈ ગયા છે. જે આ પ્રમાણે છે.
1.અશોક ધામી,વોર્ડ નંબર 5 ના નગરસેવક 2.નિરાલી પટેલ,વોર્ડ નંબર 5 ના મહિલા નગરસેવક 3. ધર્મેન્દ્ર વાવલિયા,વોર્ડ નંબર 4 ના કોર્પોરેટર 4.સ્વાતિ ક્યાદા,વોર્ડ નંબર 17 ના મહિલા નગરસેવક 5. કિરણ ખોખાણી,વોર્ડ નંબર 5 ના નગરસેવક 6. ઘનશ્યામ મકવાણા ,વોર્ડ નંબર 4 ના નગરસેવક 7.ઋતા ખેની,વોર્ડ નંબર 3 ના મહિલા નગરસેવક 8.જ્યોતિ લાઠીયા, વોર્ડ નંબર 8 ના મહિલા નગરસેવક 9.ભાવના સોલંકી, વોર્ડ નંબર 2 ના મહિલા નગરસેવક 10.વિપુલ મોવલિયા, વોર્ડ નંબર 16ના નગરસેવક
કોર્પોરેટરો ઉધનામાં આવેલા ભાજપ કાર્યાલય ખાતે પહોંચીને ભાજપનો કેસરિયો પહેર્યો છે.ભાજપ કાર્યાલય ખાતે ગૃહમંત્રી હર્ષ સંઘવી સહીતના મોટા નોતાઓ ની હાજરી માં ભાજપનો ખેસ ધારણ કર્યો