કોરોના મહામારી પર નિયંત્રણ મેળવીને દુનિયાભરમાં ચર્ચામાં આવેલા ન્યૂઝીલેન્ડના પીએમ જેસિંડા આર્ડેને તાજેતરમાં કોરોનાને લઈને પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને તેમાં તેમને પૂછાયેલો એક સવાલ હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

જેસિંડા આર્ડન (ફાઇલ તસવીર)

પીએમ જેસિંડા અર્ડેનને એક પત્રકારે સવાલ પૂછયો હતો કે, ઓકલેન્ડની હોસ્પિટલમાં એક દર્દી અને તેને મળવા આવેલા વ્યક્તિ પર સેક્સ્યુઅલ રિલેશનનો આરોપ લાગ્યો છે.હાલની સ્થિતિને જોતા આ બાબત રિસ્કી માની શકાય નહી?
આ સવાલ સાંભળ્યા બાદ પીએમ જેસિંડા અર્ડેનના ચહેરાના હાવભાવમાં ખાસો બદલાવ જોવા મળ્યો હતો. જેના જવાબમાં તેમણે કહ્યુ હતુ કે, મને લાગે છે કે, કોરોનાની સ્થિતિને પણ બાજુ પર મુકી દેવામાં આવે તો પણ આ પ્રકારની હિલચાલ હોસ્પિટલના વિઝિટિંગ અવર્સ દરમિયાન થવી જોઈએ નહીં.
ઉલ્લેખનીય છે કે, ઓકલેન્ડ ડિસ્ટ્રિક્ટ હેલ્થ બોર્ડની હાલમાં ટીકીઓ થઈ રહી છે.કારણકે બોર્ડે હોસ્પિટલમાં દાખલ દર્દીઓને જોવા માટે સેંકડો લોકોને મુલાકાત લેવાની પરવાનગી આપેલી છે અને બીજી તરફ શહેરમાં લોકડાઉન લગાવાયેલુ છે.