સિંગાપોરમાં કોરોનાના કેસ એકાએક વધી જતાં તંત્ર એક્શનમાં આવ્યું છે અને રોગચાળો વધતો અટકાવવા પગલાં ભરવાનું શરૂ થયું છે અને જાહેર સ્થળો ઉપર લોકોને માસ્ક પહેરવા જણાવવામાં આવી રહ્યું છે.
સિંગાપુરમાં કોરોના દર્દીઓનો આંકડો 56 હજારને વટાવી ગયો છે,કોરોનાનો રોગચાળો ફરી એકવાર વકરતા લોકો ભયભીત બન્યા છે
હજુ ગયા અઠવાડિયે કોરોનાના દર્દીઓનો આ આંકડો 32 હજાર હતો જે અચાનક વધ્યો છે.
સિંગાપોરના સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં છેલ્લા અઠવાડિયામાં કોરોનાના કેસમાં 75 ટકાનો વધારો થયો છે. કોરોનાના વધતા જતા કેસોને કારણે સિંગાપોરના આરોગ્ય મંત્રાલયે 19 ડિસેમ્બરથી દરરોજ કોરોના અપડેટ્સ જાહેર કરવાનો નિર્ણય લીધો છે.

સિંગાપોર સરકારે લોકોને ભીડભાડવાળા વિસ્તારોમાં માસ્ક પહેરવાની સલાહ આપી છે.
જો લોકો બીમાર ન હોય તો પણ તેમને સાવચેતી માટે માસ્ક પહેરવાનું કહેવામાં આવી રહ્યું છે.
ખાસ કરીને વૃદ્ધ લોકો સાથે રહેતા લોકોને ઘરની અંદર પણ માસ્ક પહેરવાનું કહેવામાં આવ્યું છે. સિંગાપોરના આરોગ્ય મંત્રાલયે કહ્યું કે ટૂંક સમયમાં સિંગાપોર એક્સ્પો હોલ નંબર 10 માં કોવિડ દર્દીઓ માટે વધુ બેડ સ્થાપિત કરવામાં આવશે.


હાલમાં ક્રોફર્ડ હોસ્પિટલ પહેલેથી જ કોવિડ દર્દીઓની સારવાર કરી રહી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સિંગાપોરમાં કોરોના સંક્રમણને કારણે હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા દરરોજ સરેરાશ 225-350 આવી રહી છે.
ચેપને કારણે ICUમાં દાખલ દર્દીઓની દૈનિક સરેરાશ 4-9 છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે મોટાભાગના સંક્રમિત દર્દીઓ કોરોના વેરિઅન્ટ JN.1 થી સંક્રમિત છે, જે BA.2.86 થી સંબંધિત છે.