સંસદમાં બુધવારે જે રીતે ઘટના બની તે મામલે હવે સંસદની સુરક્ષાને લઈને અનેક સવાલો ઉભા થયા છે.
દિલ્હી પોલીસે UAPAની કલમ હેઠળ સંસદની સુરક્ષામાં ક્ષતિ સાથે સંબંધિત કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. દિલ્હી પોલીસ આ મામલામાં કડક તપાસ કરી રહી છે.

ગતરોજ બુધવારે બપોરે બે આરોપીઓ મનોરંજન ડી અને સાગર શર્મા લોકસભાની પ્રેક્ષક ગેલેરીમાંથી ગૃહમાં કૂદી પડ્યા અને કલર સ્મોગનો ઉપયોગ કર્યો હતો.
જોકે, હાજર સાંસદોએ આરોપીઓને પકડીને માર માર્યો હતો. આ પછી તેઓને ત્યાં હાજર માર્શલને સોંપવામાં આવ્યા હતા.

બીજી તરફ તેમના સાથીદારો નીલમ અને અમોલ શિંદેએ સંસદ ભવન બહાર કલર સ્મોગનો ઉપયોગ કર્યો હતો અને સૂત્રોચ્ચાર કર્યા હતા.
આ પછી બહાર હાજર સુરક્ષાકર્મીઓએ તેને કસ્ટડીમાં લીધો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર લલિત અને વિશાલ શર્મા નામના અન્ય બે આરોપીઓ પણ આ કાવતરામાં સામેલ હતા. વિશાલની હરિયાણાના ગુરુગ્રામથી અટકાયત કરવામાં આવી હતી, જ્યારે લલિત હાલ ફરાર છે.

પોલીસે જણાવ્યું હતું કે 25 વર્ષીય શિંદે મહારાષ્ટ્રના લાતુર જિલ્લાના તેના ગામથી એમ કહીને નીકળી ગયો હતો કે તે સેનાની ભરતી અભિયાનમાં ભાગ લેવા માટે દિલ્હી જઈ રહ્યો છે. શિંદેએ હરિયાણાની નીલમ સાથે મળીને સંસદની બહાર ‘તાનાશાહી નહીં ચાલે’, ‘ભારત માતા કી જય’ અને ‘જય ભીમ, જય ભારત’ના નારા લગાવ્યા હતા.
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે આ એક પૂર્વ આયોજિત ઘટના હતી, જે છ લોકો દ્વારા કરવામાં આવી હતી, જે તમામ ઇન્સ્ટાગ્રામ અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એકબીજાના સંપર્કમાં હતા. આરોપીએ થોડા દિવસ પહેલા પ્લાન બનાવ્યો હતો અને બુધવારે સંસદમાં આવતા પહેલા રેકી કરી હતી, તેમણે કહ્યું, ‘તેમાંથી પાંચ સંસદમાં આવતા પહેલા ગુરુગ્રામમાં વિશાલના ઘરે રોકાયા હતા.
પ્લાન મુજબ, તમામ છ લોકો સંસદની અંદર જવા માંગતા હતા, પરંતુ માત્ર બેને જ પાસ મળ્યા હતા.

ઉલ્લેખનીય છે કે સંસદની ગઈકાલે 22મી વરસી હતી અને મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી તેજ સમયે લોકસભાની સુરક્ષામાં એક મોટી ચૂક જોવા મળી છે. સંસદની કાર્યવાહી દરમિયાન દર્શક ગેલેરીમાં બેસેલ 2 અજાણ્યા વ્યક્તિઓ સાંસદની સીટ પર કૂદી પડ્યા, ત્યારપછી સંસદમાં હંગામો થયો હતો. સાંસદ એક જગ્યાએથી બીજી જગ્યાએ ભાગવા લાગ્યા. કેટલાક સાંસદોએ હિંમત દાખવીને તે વ્યક્તિને પકડી લીધી અને તેની ધોલાઈ કરી જે આ વિડીયો ભારે વાયરલ થયો હતો.

સંસદમાં ધુમાડો છોડનાર સાગર શર્માનો સંબંધી વિકી શર્મા, જેને દિલ્હી પોલીસે પૂછપરછ માટે ઊંચકી લીધો છે, તેના લંડનમાં રહેતા પરિવાર સાથે કનેક્શન ખુલ્યું છે.
વિકીનો પરિવાર જે મકાનમાં રહે છે તેના માલિક લંડનમાં રહે છે.

પડોશીઓના જણાવ્યા અનુસાર, આ ઘરમાં દાદી અમ્મા રહેતી હતી, જેમણે વિક્કીને તેના પરિવારના સભ્યોમાંથી દત્તક લીધો હતો. મકાનના માલિક લગભગ વીસ વર્ષ પહેલાં લંડન ચાલ્યા ગયા હતા.
દાદી પછી, વિકી તેની પત્ની અને 15 વર્ષની પુત્રી સાથે અહીં રહે છે.

પોલીસ તપાસમાં વિકીના ઘરમાંથી સંસદમાં હલચલ મચાવનારાઓની બેગ પણ મળી આવી હતી. આરોપીઓ તેમની બેગ ત્યાં મૂકી ગયા છે.
મંગળવારે રાત્રે સાગર શર્માને ઓળખતી તેની પુત્રી સહિત પાંચ લોકો ત્યાં રોકાયા હતા.
સાગર શર્મા પણ તેના પિતા સાથે અગાઉ કંપનીમાં કામ કરતો હતો. રૂમમાંથી ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવના પુસ્તકો મળી આવ્યા હતા પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે અને લંડન કનેકશન શુ છે તે તપાસી રહી છે.