ભજનલાલ શર્માએ રાજસ્થાનના 14માં નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. આ સાથે જ દિયા કુમારી અને પ્રેમચંદ બૈરવાએ પણ ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા છે,રાજ્યના રાજ્યપાલ કલરાજ મિશ્રાએ તેમને શપથ લેવડાવ્યા હતા.

ભાજપના ધારાસભ્ય ભજનલાલ શર્માએ શુક્રવારે બપોરે 1:04 કલાકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાની હાજરીમાં રાજસ્થાનના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા.


સાથેજ રાજસ્થાનના રાજ્યપાલ કલરાજ મિશ્રાએ રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી તરીકે જયપુરની વિદ્યાધર નગર વિધાનસભા બેઠકના ભાજપના ધારાસભ્ય રાજકુમારી દિયા કુમારી અને ધારાસભ્ય પ્રેમચંદ બૈરવાને રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી તરીકે પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા.
ભાજપના નેતા અને નવા મુખ્યમંત્રી તરીકે પસંદ કરાયેલા ભજનલાલ શર્માએ શપથ ગ્રહણ કરતા પહેલા માતા-પિતાના પગ ધોયા હતા અને આશીર્વાદ લીધા હતા.
આજે રાજસ્થાનના મુખ્યમંત્રી તરીકે 15મી ડિસેમ્બરે શપથ લેનાર ભજલ લાલનો યોગાનુયોગ આજે તેમનો જન્મદિવસ પણ છે.
56 વર્ષીય ભજન લાલે પોતાના જન્મદિવસના અવસર પર મુખ્યમંત્રી તરીકે શપથ લેનારા તેઓ પ્રથમ મુખ્યમંત્રી બન્યા છે.

ભજનલાલ માટે હાલ બેવડી ખુશીનો અવસર આવ્યો છે.
તેઓએ ગુરુવારે રાત્રે 12 વાગ્યા પછી સોડાલાના ચંબલ ગેસ્ટ હાઉસમાં તેમના સમર્થકો સાથે જન્મદિવસની ઉજવણી પણ કરી હતી.