મધ્યપ્રદેશના મુખ્યમંત્રી તરીકે મોહન યાદવે આજે શપથ લીધા હતા.
આ શપથ ગ્રહણ સમારોહમાં પીએમ નરેન્દ્ર મોદી, અમિત શાહ , જેપી નડ્ડા સહિત 11 રાજ્યોના મુખ્યમંત્રીઓ અને સિનિયર નેતાઓ પણ હાજર રહ્યા હતા.
મોહન યાદવની સાથે સાથે બંને ડેપ્યુટી CMના ઉમેદવારોએ પણ શપથ લીધા હતા.

મધ્યપ્રદેશની રાજધાની ભોપાલના પરેડ ગ્રાઉન્ડ ખાતે સવારે 11.30 વાગ્યે યોજાયેલા શપથ સમારોહમાં સીએમ તરીકે મોહન યાદવ અને તેમની સાથે રાજેન્દ્ર શુક્લા અને જગદીશ દેવરાએ ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા હતા.

આ શપથ સમારોહમાં PM નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, ભાજપ અધ્યક્ષ જેપી નેડ્ડા હાજર રહ્યા હતા. આ સિવાય યુપીના સીએમ યોગી આદિત્યનાથ, મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે, ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ, અજિત પવાર, ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામી, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી, જ્યોતિરાદિત્ય સિંધિયા સહિત ભાજપના અનેક નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

દરમિયાન મુખ્યમંત્રી મોહન યાદવે આજે મુખ્યમંત્રી તરીકે ચાર્જ સંભાળ્યા બાદ સીએમ મોહન યાદવે એક આદેશ જારી કરી ધાર્મિક સ્થળો અને અન્ય સ્થળોએ અનિયંત્રિત અથવા અનિયંત્રિત લાઉડસ્પીકરના ઉપયોગ પર પ્રતિબંધ લાદતો આદેશ કર્યો હતો.