મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રી મોહન યાદવ મુખ્યમંત્રી બનશે.
ભોપાલમાં બીજેપીના પ્રદેશ કાર્યાલયમાં પાર્ટીના ધારાસભ્ય દળની બેઠકમાં CM પદ માટે તેમના નામની જાહેરાત કરવામાં આવી હતી,તેઓ ઉજ્જૈન દક્ષિણના ધારાસભ્ય છે.
ભોપાલમાં વિધાનસભ્ય દળની બેઠક દરમિયાન મુખ્યમંત્રી તરીકે મોહન યાદવના નામની જાહેરાત થતાં જ યાદવના સમર્થકોએ ટાવર ચોક ફ્રીગંજ ખાતે ફટાકડા ફોડી જોરદાર ઉજવણી કરી હતી.
મધ્યપ્રદેશમાં બે ડેપ્યુટી સીએમ – જગદીશ દેવડા અને રાજેન્દ્ર શુક્લા તેમજ નરેન્દ્ર સિંહ તોમર વિધાનસભાના સ્પીકર હશે.
મહત્વનું છે કે ધારાસભ્ય દળની બેઠકમાં હાજરી આપવા માટે નિરીક્ષક મનોહર લાલ ખટ્ટર (CM હરિયાણા), ડૉ. કે. લક્ષ્મણ (રાષ્ટ્રીય અધ્યક્ષ, ભાજપ ઓબીસી મોરચા) અને આશા લાકરા (રાષ્ટ્રીય સચિવ ભાજપ) ભોપાલ પહોંચ્યા હતા.
અહીં ભાજપના સિનિયર નેતાઓ સાથે બેઠક કરી હતી.
નરેન્દ્ર સિંહ તોમર વિધાનસભાના સ્પીકર હશે. તેઓ મોરેના જિલ્લાની દિમાની સીટના ધારાસભ્ય છે. બેઠકમાં સુપરવાઈઝર મનોહર લાલ ખટ્ટર (CM હરિયાણા), ડૉ.કે. લક્ષ્મણ (રાષ્ટ્રીય અધ્યક્ષ, ભાજપ ઓબીસી મોરચા) અને આશા લાકરા (રાષ્ટ્રીય સચિવ ભાજપ) હાજર રહ્યા હતા.
નવા સીએમના નામની જાહેરાત બાદ શિવરાજ સિંહ ચૌહાણ રાજભવન પહોંચ્યા હતા. જ્યાં તેમણે રાજ્યપાલ મંગુભાઈ પટેલને સીએમ પદ પરથી રાજીનામું સુપરત કર્યું હતું જે રાજીનામું તરત જ સ્વીકારવામાં લેવામાં આવ્યું હતું.
નવા સીએમ મોહન યાદવ પણ રાજભવન પહોંચ્યા હતા. અહીં તેમણે સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો.
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદથી રાજકીય કારકિર્દી શરૂ કરનાર મોહન યાદવ 2004માં બીજેપી સ્ટેટ વર્કિંગ કમિટીના સભ્ય તેમજ સિંહસ્થ કેન્દ્રીય સમિતિના સભ્ય રહ્યા હતા ઉપરાંત
2004થી 2010 સુધી ઉજ્જૈન વિકાસ પ્રાધિકરણના અધ્યક્ષ રહી ચૂક્યા છે.
તેઓ 2011થી 2013 દરમિયાન મધ્યપ્રદેશ રાજ્ય પ્રવાસન વિકાસ નિગમના અધ્યક્ષ હતા.
ત્યારબાદ મોહન યાદવ 2013માં પહેલીવાર ઉજ્જૈન દક્ષિણથી ધારાસભ્ય બન્યા હતા. આ પછી તેમણે 2018 અને 2023ની ચૂંટણી પણ જીતી હતી.
2 જુલાઈ, 2020ના રોજ, તેમને શિવરાજ સિંહ ચૌહાણ કેબિનેટમાં ઉચ્ચ શિક્ષણ પ્રધાન બનાવવામાં આવ્યા હતા.
1965માં ઉજ્જૈનમાં જન્મેલા મોહન પૂનમચંદ યાદવે MA, PhD સુધી અભ્યાસ કર્યો છે તેઓના પત્ની સીમા સાથેના લગ્ન જીવનમાં તેઓને બે પુત્રો અને એક પુત્રી છે.
આ તકે મોહન યાદવે ભાજપ હાઈ કમાન્ડનો આભાર વ્યક્ત કરતા કહ્યું કે તેઓએ મને મોટી જવાબદારી સોંપી છે,મારા પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે તે પુરી રીતે નિભાવીશ.