ભારતીય મહિલા ક્રિકેટ ટીમે મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમ ખાતે ઈંગ્લેન્ડ સામેની એકમાત્ર ટેસ્ટ મેચ 347 રનથી જીતી લીધી હતી.
ટીમ ઈન્ડિયાએ આ મેચ જીતીને ઈતિહાસ રચ્યો છે.
ઈંગ્લેન્ડ સામે ભારતીય મહિલા ટીમની એકંદરે આ ત્રીજી જીત છે.
આ પહેલા તેણે 2006માં ટાઉન્ટન અને 2014માં વોર્મસ્લેમાં જીત મેળવી હતી.
તે જ સમયે, મહિલા ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં રનના સંદર્ભમાં સૌથી મોટી જીત હાંસલ કરી હતી.
આ પહેલા શ્રીલંકાની મહિલા ટીમે 1998માં પાકિસ્તાનને 309 રનથી હરાવ્યું હતું જ્યારે ન્યૂઝીલેન્ડે 1972માં દક્ષિણ આફ્રિકા સામે 188 રને જીત મેળવી હતી.પ્રથમ દાવમાં 428 રન બનાવ્યા બાદ ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને પ્રથમ દાવમાં 136 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. આવી સ્થિતિમાં ભારતે પ્રથમ દાવમાં 292 રનની લીડ મેળવી હતી. ટીમ ઈન્ડિયાએ બીજી ઈનિંગ છ વિકેટે 186 રન પર ડિકલેર કરી હતી. આ રીતે ઈંગ્લેન્ડને જીતવા માટે 479 રનનો ટાર્ગેટ મળ્યો હતો. તેની આખી ટીમ બીજા દાવમાં 131 રનમાં સમેટાઈ ગઈ હતી. ભારત તરફથી દીપ્તિ શર્માએ ચાર અને પૂજા વસ્ત્રાકરે ત્રણ વિકેટ ઝડપી હતી. રાજેશ્વરી ગાયકવાડે બે જ્યારે રેણુકા સિંહ ઠાકુરે એક વિકેટ લીધી હતી.