ભારતીય નૌકાદળે અરબી સમુદ્રમાં કેટલાક ચાંચિયાઓએ માલ્ટાના ધ્વજવાળા માલવાહક જહાજને હાઇજેક કરવાનો પ્રયાસ કરતા વિદેશી જહાજે ભારતીય નેવીની મદદ માંગતા નેવીએ તાત્કાલિક કાર્યવાહી કરી એક સર્વેલન્સ એરક્રાફ્ટ અને એક યુદ્ધ જહાજ મોકલી જહાજને હાઈજેક થતાં બચાવ્યું હતું અને માલ્ટાના આ વિદેશી જહાજને સુરક્ષા પુરી પાડી હતી.

હાલમાં આ જહાજ સોમાલિયાના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે.
જે ભારતીય નેવીના રડારમાં સુરક્ષિત રીતે આગળ વધી રહ્યું છે.ભારતીય નૌસેનાએ કહ્યું કે માલ્ટા કાર્ગો જહાજ પર 18 ક્રૂ મેમ્બર તૈનાત છે. ક્રૂ મેમ્બરોએ 14 ડિસેમ્બર 2023ના રોજ UKMTO પોર્ટલ પર એક સંદેશ મોકલ્યો હતો, જેમાં જણાવ્યું હતું કે છ અજાણ્યા લોકો જહાજની નજીક આવી રહ્યા છે. આ માહિતી પર તરત જ કાર્યવાહી કરતા નૌકાદળે માલ્ટા જહાજની મદદ માટે તેનું સર્વેલન્સ એરક્રાફ્ટ મોકલ્યુ હતુ અને આ વિદેશી જહાજને સુરક્ષા પુરી પાડી હતી.