ભારતની સંસદ ઉપર 2001માં થયેલા હુમલાની આજે વરસી છે અને આ હુમલામાં છ દિલ્હી પોલીસ કર્મચારીઓ, બે સંસદ સુરક્ષા કર્મચારીઓ અને એક માળીના મોત થયા હતા જેઓને આજે તમામ સાંસદો વતી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી ત્યાંજ ફરી આજે હુમલાના પ્રયાસની ઘટના બનતા ભારે ખળભળાટ મચ્યો છે અને સુરક્ષા એજન્સીઓ સામે સવાલ ઉઠ્યા છે. સંસદની સુરક્ષામાં મોટી ચૂકની ઘટના સામે આવતા ભારે સનસનાટી મચી ગઇ છે આજે લોકસભાની કાર્યવાહી ચાલી રહી હતી ત્યારે પ્રેક્ષક ગેલેરીમાંથી અચાનક ઘૂસેલા બે ઈસમોએ જે રીતે ટીન ફેંકી પીળો ધુમાડો છોડતા જ સાંસદો ડરી ગયા હતા અને લોકસભામાં ભાગદોડ અને અંધાધૂંધીનો માહોલ સર્જાયો હતો.પોલીસે બન્નેને પકડી લઈ તેઓ પાસેથી કલર સ્મોક સેલ કબજે લીધા છે. સંસદમાં ડબ્બો ફેંકીને પીળો ધૂમાડો છોડ્યો 22 વર્ષ પછી સંસદમાં હુમલાનો પ્રયાસ થયો છે.

બંનેની ઓળખ થઈ ચૂકી છે જેમાં એક 42 વર્ષની મહિલા છે. જે હિસારની છે અને તેનું નામ નિલમ કૌર સિંઘ છે. જ્યારે બીજો 25 વર્ષનો યુવક મહારાષ્ટ્રનો છે અને તેનું નામ અમોલ ધનરાજ શિંદે છે.

ભારતની સંસદની સુરક્ષામાં મોટી ચૂક સામે આવી છે, લોકસભાની કાર્યવાહી દરમિયાન જ્યારે સદનમાં સાંસદો હાજર હતા અનેલોકસભામાં કાર્યવાહી ચાલી રહી હતી ત્યારે જ અચાનક દર્શક દીર્ઘામાંથી સૌ પ્રથમ એક યુવક સાંસદો તરફ કૂદી ગયો હતો યુવક નારા લગાવી રહ્યો હતો કે ‘તાનાશાહી નહીં ચલેગી’
13 ડિસેમ્બર, 2001માં સંસદ પર હુમલો થયો હતો જે ફરી 22 વર્ષ પછી એવી જ ઘટનાનું પુનરાવર્તન થતાં સુરક્ષા સામે સવાલો ઉઠ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે 2001માં પણ આજના દિવસે જ સંસદ પર હુમલો થયો હતો.
આપને યાદ અપાવીએ કે તે દિવસ એટલે કે તા.13 ડિસેમ્બર 2001ના રોજ સંસદમાં શિયાળુ સત્ર ચાલી રહ્યું હતુ અને મહિલા આરક્ષણ બિલ પર થયેલા હોબાળાને પગલે સંસદ 11:02 વાગ્યે સ્થગિત કરવામાં આવી હતી. આ પછી તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી અને વિપક્ષી નેતા સોનિયા ગાંધી સંસદમાંથી બહાર નીકળી ગયા હતા.
લગભગ સાડા અગિયાર વાગ્યે ઉપરાષ્ટ્રપતિના સુરક્ષાકર્મીઓ તેમના બહાર આવવાની રાહ જોઈ રહ્યા હતા અને ત્યારપછી સફેદ રાજદૂત પહેરેલા પાંચ આતંકવાદીઓ ગેટ નંબર 12થી સંસદમાં પ્રવેશ્યા હતા. તે સમયે સુરક્ષા ગાર્ડ નિઃશસ્ત્ર હતા.
આ બધું જોઈને સિક્યુરિટી ગાર્ડ એમ્બેસેડર કારની પાછળ દોડ્યો. ત્યારબાદ આતંકવાદીઓની કાર ઉપરાષ્ટ્રપતિની કાર સાથે અથડાઈ હતી. ગભરાઈને આતંકીઓએ અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો. આતંકવાદીઓ પાસે AK-47 અને હેન્ડ ગ્રેનેડ હતા, જ્યારે સુરક્ષાકર્મીઓ નિઃશસ્ત્ર હતા.
એ સમયે અડવાણી, પ્રમોદ મહાજન અને ઘણા પત્રકારો સંસદમાં હાજર હતા
ગોળીઓનો અવાજ સંભળાતાની સાથે જ સીઆરપીએફની એક બટાલિયન પણ સક્રિય થઈ ગઈ હતી. તે સમયે સંસદમાં દેશના ગૃહમંત્રી લાલકૃષ્ણ અડવાણી, પ્રમોદ મહાજન સહિત અનેક મોટા નેતાઓ અને પત્રકારો હાજર હતા. દરેકને અંદર સુરક્ષિત રહેવા માટે કહેવામાં આવ્યું હતું.

આ દરમિયાન એક આતંકીએ ગેટ નંબર 1થી ગૃહમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સુરક્ષા દળોએ તેને ત્યાં ઠાર માર્યો હતો. આ પછી તેના શરીર સાથે જોડાયેલ બોમ્બ પણ ફાટ્યો. બાકીના 4 આતંકવાદીઓએ ગેટ નંબર 4 થી ગૃહમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમાંથી 3 ત્યાં માર્યા ગયા હતા. આ પછી, છેલ્લો બાકીનો આતંકવાદી ગેટ નંબર 5 તરફ ભાગ્યો, પરંતુ તે પણ જવાનોની ગોળીઓનો ભોગ બન્યો. સૈનિકો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ સવારે 11:30 વાગ્યે શરૂ થઈ અને સાંજે 4 વાગ્યે સમાપ્ત થઈ હતી પણ
આ હુમલામાં છ દિલ્હી પોલીસના કર્મચારીઓ, બે સંસદ સુરક્ષા કર્મચારીઓ અને એક માળી માર્યા ગયા હતા.
આતંકવાદી અફઝલ ગુરુને ફાંસી આપવામાં આવી
માસ્ટરમાઇન્ડ અફઝલ ગુરુ, એસએઆર ગિલાની, અફશાન ગુરુ અને શૌકત હુસૈનની સંસદ પર હુમલાના બે દિવસ બાદ 15 ડિસેમ્બર 2001ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે બાદમાં ગિલાની અને અફશાનને નિર્દોષ જાહેર કર્યા હતા, પરંતુ અફઝલ ગુરુની ફાંસીની સજા યથાવત રાખી હતી.
શૌકત હુસૈનની ફાંસીની સજા પણ ઘટાડી 10 વર્ષની કેદનો ચુકાદો આપવામાં આવ્યો હતો. 9 ફેબ્રુઆરી 2013ના રોજ અફઝલ ગુરુને દિલ્હીની તિહાર જેલમાં સવારે 8 વાગ્યે ફાંસી આપવામાં આવી હતી.
આમ,આ હુમલાની જે ઘટના બની હતી તેનું આજે ફરી પુનરાવર્તન થતા ભારે હોબાળો મચી ગયો છે.