બોલીવુડ અભિનેતા કમલ હસનની પુત્રી શ્રુતિ હસને સાઉથથી લઈને બોલિવૂડ સુધી પોતાની અભિનયથી અલગ ઓળખ બનાવી છે ત્યારે આ અભિનેત્રી શ્રુતિ હસનની ટૂંક સમયમાં આવનારી આગામી ફિલ્મ ‘સાલર’થી બોક્સ ઓફિસ પર ધમાલ મચાવશે તેમ માનવામાં આવી રહ્યું છે.
પ્રભાસની આગામી બિગ બજેટ ફિલ્મ સાલારમાં શ્રુતિનો મહત્ત્વનો રોલ છે.
આપને જણાવી દઈએ કે પ્રભાસના ફેન્સ બાહુબલી અભિનેતા (Bahubali Actor Prabhas)ની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘સલાર’ (film Salaar)ની રાહ આતુરતાથી જોઈ રહ્યા છે. ચાહકો આ ફિલ્મને લગતી નાની નાની વિગતો (Details About Salaar) પણ જાણવા આતુર છે જેમાં શ્રુતિ હાસન (Shruti Haasan) પણ મુખ્ય ભૂમિકામાં છે.
–શ્રુતિની ફિલ્મનો ફર્સ્ટ લૂક રિલીઝ થયો છે
દરમિયાન, અભિનેતા આદિવી શેષે શનિવારે આગામી એક્શન ડ્રામામાંથી ‘લિડિંગ લેડી’ પાત્રનું પોસ્ટર રિલીઝ કર્યું.
લેટેસ્ટ પોસ્ટરમાં શ્રુતિનો આકર્ષક લુક જોવા મળી રહ્યો છે. આદિવી શેષે તેના ઇન્સ્ટાગ્રામ પેજ પર તેના કો-સ્ટારનો લુક શેર કર્યો અને લખ્યું, ‘શ્રુતિ હાસન સાથે કામ કરવા માટે અત્યંત ગર્વ અને ઉત્સાહિત. ફિલ્મ નિર્માતાઓએ ખુલાસો કર્યો છે કે ફિલ્મનું ટાઇટલ તા.18 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે
સાઉથ સુપરસ્ટાર પ્રભાસ અને શ્રુતિ હાસન અપકમિંગ ફિલ્મ ‘સાલાર’ને લઈ ખુબ ચર્ચાઓ ચાલી રહી છે. સાલાર 22 ડિસેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. જે શાહરૂખ ખાનની ડંકી સામે ટકરાશે
ઉલ્લેખનીય છે કે, સાલાર આ ફિલ્મે કરોડોના ખર્ચે બનનારી ફિલ્મ બની છે. સાલારના અભિનેતાએ તો ફિલ્મ માટે મસમોટી ફિલ્મ લીધી છે. રિપોર્ટ અનુસાર સાલાર માટે પ્રભાસે 100 કરોડની ફી લીધી છે અને ફિલ્મના પ્રોફિટનો 10 ટકા ભાગ પણ લીધો છે.
સાલાર ફિલ્મ જોવા મળનારી કમલ હાસનની પુત્રી શ્રુતિ હાસને આ ફિલ્મ માટે 8 કરોડ રુપિયાનો ચાર્જ લીધો છે. શ્રુતિ આ ફિલ્મમાં લીડ અભિનેત્રી તરીકે જોવા મળશે.
પૃથ્વીરાજ સુકુમારનનું ફિલ્મનું પાત્ર વર્ધારાજ મન્નાર છે. તેનો લુક અલગ જ છે. ગળામાં ભારે ભરખમ ચોકર પહેર્યો છે. પૃથ્વીરાજનો લુક ડરાવી દેનાર છે. આ ફિલ્મ માટે પૃથ્વીરાજે 4 કરોડ રુપિયાની ફી લીધી છે.
જગપતિ બાબુ સાઉથ ઈન્ડિયન સિનેમામાં એક મોટું નામ છે. તેમણે અનેક ફિલ્મોમાં શાનદાર રોલ પ્લે કર્યો છે. ફિલ્મ સાલાર માટે તેમણે કરોડો રુપિયા મળ્યા છે.