બંગાળી ગાયક અનૂપ ઘોષાલનું 15 ડિસેમ્બર, શુક્રવારે 77 વર્ષની વયે નિધન થતાં તેઓના પરિવાર અને ચાહકોમાં શોકની લાગણી ફેલાઈ હતી.
મૃત્યુનું કારણ મલ્ટીપલ ઓર્ગન ફેલ્યોર હોવાનું સામે આવ્યું છે તેઓ બિમારીને કારણે છેલ્લા ઘણા દિવસોથી કોલકાતાની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા દરમિયાન શુક્રવારે બપોરે 1.40 કલાકે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
અનૂપે ગાયેલું ‘તુઝસે નારાઝ નહીં ઝિંદગી’ ગીત હિટ રહ્યું હતું. તેમણે બંગાળી, હિન્દી અને અન્ય ભાષાઓમાં ગીતો ગયા હતા.
અનુપે ‘તુઝસે નારાઝ નહીં ઝિંદગી’ સિવાય ‘હુસ્ન ભી આપ હૈ, ઇશ્ક ભી આપ હૈ’ અને ‘તુમ સાથ હો ઝિંદગી ભર લિયે’ જેવા પણ હિટ ગીતો આપ્યા હતા તેઓએ 19 વર્ષની ઉંમરે પ્રથમ વખત પ્લેબેક સિંગર તરીકે ગીત ગાયું હતું.
સત્યજિત રે દ્વારા ડિરેક્શન ફિલ્મ ગુપી જીને બાઘા બાયને એક ગીતમાં તેમણે પોતાનો અવાજ આપ્યો હતો.
અનુપનો જન્મ 1945માં થયો હતો. તેમણે તેમની માતા પાસેથી ગાવાનું શીખ્યું હતું.
આ પછી તેઓ શાસ્ત્રીય સંગીત શીખવા પંડિત સુખેન્દુ ગોસ્વામી પાસે ગયા. તેમણે ક્લાસિકલ મ્યુઝિકમાં એમએ કર્યું હતું અને તેમાં ટોપર પણ હતો. અનૂપે સત્યજીત રે સાથે ઘણું કામ કર્યું છે. નિર્દેશક તપન સિંહાએ ફિલ્મ ‘સગીના મહતો’ (1971)માં અનૂપ ઘોષાલનો અવાજ લીધો હતો. તેમણે ‘ફુલેશ્વરી’, ‘મર્જીના અબ્દલ્લા’ અને ‘છદમાબેશી’ જેવા ગીતો પણ ગાયા
અનુપ ઘોષાલનો જન્મ કોલકાતામાં અમૂલ્ય ચંદ્ર ઘોષાલ અને લબન્યા ઘોષાલને ત્યાં થયો હતો.
તેમની માતાએ તેમને 4 વર્ષની ઉંમરથી ગાવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. નાની ઉંમરે તેઓ ઓલ ઈન્ડિયા રેડિયોના શિશુ મહેલ શોમાં જોડાયા હતા.
કોલેજના અભ્યાસ સાથે સાથે તેમણે આંતર-કોલેજ સ્પર્ધાઓમાં ભાગ લઈ સંગીતમાં જોડાયેલા રહયા હતા.
તેમણે યુકે, યુએસએ, કેનેડા અને જર્મનીમાં ઘણા લાઈવ શો કર્યા અને ભારતીય સંગીત પર એક પુસ્તક પણ લખ્યું હતું, ગુનેર ભુબને.
અનુપ સંગીત દુનિયા સાથે સાથે 2011માં રાજકારણમાં સક્રિય થયા હતા અને તૃણમૂલ કોંગ્રેસ વતી પશ્ચિમ બંગાળની ઉત્તરપારા બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી લડ્યા અને જીત્યા પણ હતા.