તાલિબાને એક નિવેદન જારી કરીને કહ્યું છે કે, હવે કોઈ મહિલાઓ અફઘાનિસ્તાનમાં કોઈ રમત રમશે નહીં. અફઘાનિસ્તાનમાં મહિલાને રમવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

અફઘાન મહિલાઓએ શુક્રવારે કાબુલમાં રાષ્ટ્રપતિ ભવનની સામે તેમના અધિકારોની જાળવણીની માંગણી માટે વિરોધ કર્યો. ફોટોગ્રાફ: રોઇટર્સ

મંગળવારે અફઘાનિસ્તાનમાં વચગાળાની સરકાર બનાવ્યા બાદ તાલિબાનોએ એક અનુમાનિત નિર્ણયમાં મહિલાઓને રમવા પર પ્રતિબંધ મૂક્યો હતો. તાલિબાને એક નિવેદન જારી કરીને કહ્યું છે કે, હવે કોઈ મહિલાઓ અફઘાનિસ્તાનમાં કોઈ રમત રમશે નહીં. અફઘાનિસ્તાનમાં મહિલાને રમવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. તાલિબાને બુધવારે કહ્યું હતું કે, અફઘાન મહિલાઓ ક્રિકેટ સહિતની રમતોમાં ભાગ લઈ શકશે નહી, કારણ કે રમતી વખતે તેમના શરીરનો ભાગ કપડામાંથી બહાર આવે છે.

તાલિબાનનાં સાંસ્કૃતિક આયોગનાં નાયબ વડા અહમદુલ્લાહ વાસિકે મીડિયાને જણાવ્યું હતું કે, મહિલાઓ માટે કોઈપણ રમતમાં ભાગ લેવો ફરજિયાત નથી, તેથી અફઘાનિસ્તાનમાં મહિલાઓ હવે કોઈ રમત રમશે નહીં. આ સપ્તાહની શરૂઆતમાં તાલિબાને નક્કી કર્યું હતું કે માત્ર મહિલા શિક્ષકો જ મહિલા વિદ્યાર્થીઓને ભણાવી શકે છે. અને જો શિક્ષકોની અછત હોય તો વૃદ્ધ પુરુષો મહિલાઓને ભણાવી શકે છે. તાલિબાને જણાવ્યું હતું કે, ખાનગી અફઘાન યુનિવર્સિટીઓમાં ભણતી મહિલાઓએ અબાયા (સંપૂર્ણ લંબાઈનો ડ્રેસ) વસ્ત્ર અને નકાબ (ચહેરો ઢાંકનાર કપડા) પહેરવા જરૂરી છે.

તાલિબાન મંત્રીએ કહ્યું કે લિંગનાં આધારે મહિલાઓ અને પુરુષો અલગ છે, તેથી તેમને અલગ રહેવું જોઈએ અને અભ્યાસ દરમિયાન પણ તેમની વચ્ચે કોઇને કોઇ પડદો હોવો જોઈએ. તાલિબાન પ્રધાને કહ્યું કે, આ હુકમનામું ખાનગી કોલેજો અને યુનિવર્સિટીઓને લાગુ પડે છે જે 2001 માં તાલિબાનનું પ્રથમ શાસન સમાપ્ત થયા પછી વિકસ્યું છે. દરમિયાન, તાલિબાને મંગળવારે મુલ્લા હસન અખુંદનાં નેતૃત્વમાં નવી અફઘાન સરકારની રચનાની જાહેરાત કરી. તાલિબાનનાં પ્રવક્તાએ અફઘાનિસ્તાનમાં સત્તા સંભાળ્યાનાં અઠવાડિયા પછી, તાલિબાનનાં પ્રવક્તાએ કહ્યું કે, તે “કાર્યકારી” સરકાર હશે અને કાયમી રહેશે નહીં.