સાઉથ આફ્રિકા સામે વર્ષના અંતમાં રમાનારી પ્રથમ ટેસ્ટ મેચ અગાઉજ ભારતીય ટીમ માટે મોટો ઝટકો લાગી શકે તેવા સમાચાર સામે આવી રહયા છે.
ટીમ ઈન્ડિયાના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમીના ટેસ્ટ સીરિઝમાંથી બહાર થવાના અહેવાલો સામે આવી રહ્યા છે.
જે રીતે મીડિયા રિપોર્ટસમાં કહેવામાં આવી રહ્યું છે તેમાં શમી સાઉથ આફ્રિકા નહીં જાય, કારણ કે તે સંપૂર્ણપણે ફિટ નથી અને પગની ઘૂંટીમાં ઈજા હોય,તે આ સિરીઝમાં ભાગ નહીં લે. અહેવાલો અનુસાર, મોહમ્મદ શમી પગની ઘૂંટીની ઈજાથી પરેશાન છે. આ કારણે તે દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણીમાં ટીમ ઈન્ડિયાનો ભાગ નહીં હોય. રોહિત શર્મા સહિત ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ 15 ડિસેમ્બરે જોહાનિસબર્ગ જવા રવાના થશે. પરંતુ મોહમ્મદ શમી દક્ષિણ આફ્રિકા જનારા ખેલાડીઓની યાદીમાં નહીં હોય. મોહમ્મદ શમી સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સીરીઝમાં ન રમવું ટીમ ઈન્ડિયા માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, શમીએ વર્લ્ડ કપ 2023માં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને ભારતને ફાઇનલમાં પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. 24 વિકેટ સાથે, તે ટૂર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો.
મહત્ત્વનું છે કે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 2 મેચની ટેસ્ટ શ્રેણી આગામી તા.26 ડિસેમ્બરથી શરૂ થશે. જેમાં પ્રથમ મેચ સેન્ચુરિયનના સુપરસ્પોર્ટ પાર્કમાં 26 થી 30 ડિસેમ્બર દરમિયાન રમાશે જ્યારે બીજી મેચ કેપટાઉનના ન્યુલેન્ડ સ્ટેડિયમમાં 3 થી 7 જાન્યુઆરી દરમિયાન રમાશે.જો કે, હજુ સુધી મોહમ્મદ શમીના રમવા અંગે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી, પરંતુ ઘણા મીડિયા અહેવાલો અનુસાર, તે દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણીમાં રમી શકશે