ઓસ્ટ્રેલિયન સરકાર દ્વારા ઈમિગ્રેશન સંબંધિત નિયમોમાં કેટલાક ફેરફાર કરતા તેની સીધી અસર ભારતીય વિદ્યાર્થીઓને થશે.
મહત્વનુ છે કે ગુજરાતીઓ માટે ઓસ્ટ્રેલિયા ફેવરિટ ડેસ્ટિનેશન છે અને માત્ર ગુજરાતમાંથી જ દર વર્ષે લગભગ 10 હજાર જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ માટે ઓસ્ટ્રેલિયા જતા હોય છે
જે રીતે વાત સામે આવી છે તેમાં નવી ઈમિગ્રેશન પોલીસીની જાહેરાતમાં પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓના વિઝા માટે International English Language Testing System (IELTS) માં 6.5 બેન્ડ અને ગ્રેજ્યુએશન લેવલ માટે 6 બેન્ડ ફરજિયાત કરતા હવે IELTS ટેસ્ટ અઘરી બનશે.
ભારત-ઓસ્ટ્રેલિયા ઈકોનોમિક કોર્પોરેશન અને ટ્રેડ એગ્રીમેન્ટ મુજબ હવે અંગ્રેજી માટેની ટેસ્ટને વધુ કડક કરવામાં આવશે અને પરીક્ષામાં સ્ટુડન્ટ વિઝા માટે આવનારા વિદ્યાર્થીઓએ અંગ્રેજીમાં પોસ્ટ સ્ટડી માટે ઓછામાં ઓછા 6.5 બેન્ડ લાવવા ફરજીયાત થઈ જશે અને ગ્રેજ્યુએશન લેવલે 6 બેન્ડ જરૂરી થઇ જશે.
મહત્વનું છે જે અત્યાર સુધી પરીક્ષામાં મિનીમમ 5.5 બેન્ડની જરૂર પડતી હતી.
બીજુ કે કોરોના બાદ વધારાના બે વર્ષનો જે સ્કીલ લિસ્ટનો ફાયદો મળતો હતો તે હવે મળી શકશે નહીં. જો ગ્રાન્ડ ફાધર્સ સ્કીમ લાગૂ પડે તો જુલાઈ ઈન્ટેકવાળા વિદ્યાર્થીઓને જૂના નિયમો લાગૂ પડશે.
વધુમાં એ પણ છે કે જે માઈગ્રેન્ટનો પગાર 1 લાખ 35 હજાર ઓસ્ટ્રેલિયન ડોલર કે તેનાથી વધુ હશે તેમની વિઝા એપ્લિકેશનને ફાસ્ટ ટ્રેકમાં લઈ જવાશે.
જોકે, પોસ્ટગ્રેજ્યુએશન લેવલ પર હાલમાં ઓસ્ટ્રેલિયન સરકારે કોઈ ફેરફાર ન કરતા આ વિદ્યાર્થીઓને હાલ રાહત છે.ઓસ્ટ્રેલિયન હાઈ કમિશનર ફિલિપ ગ્રેને જણાવ્યું કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ઈકોનોમિક કોઓપરેશન એન્ડ ટ્રેડ એગ્રીમેન્ટ (AI-ECTA) હેઠળ કરાર થયા છે જે મુજબ માઈગ્રેશન પોલીસીમાં ફેરફાર કરાયા છે. જે મુજબ ભારતીય ગ્રેજ્યુએટો કામચલાઉ ગ્રેજ્યુએટ વિઝા લઈને બે વર્ષ બેચલર ડિગ્રી કરી માસ્ટર્સ અને ચાર વર્ષ પીએચડીનો અભ્યાસ કરી શકે છે. નવા નિયમો મુજબ ડિપ્લોમા કરવા જતા ભારતીય વિદ્યાર્થીઓ 18 મહિના ઓસ્ટ્રેલિયામાં રોકાઈ શકે છે અને જે વિદ્યાર્થીઓએ બેચલર ડિગ્રી પૂરી કરી છે તે માસ્ટર્સમાં એડમિશન લઈને ત્રણ વર્ષ અભ્યાસ કરી શકે તથા પીએચડીમાં અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓ ચાર વર્ષ અભ્યાસ કરી શકે છે. ગુજરાતીઓ માટે ઓસ્ટ્રેલિયા ફેવરિટ ડેસ્ટિનેશન છે,દર વર્ષે આશરે 10 હજાર જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ માટે ઓસ્ટ્રેલિયા ઉપડતા હોય છે