આજકાલ નાની ઉંમરે હાર્ટ એટેક આવવાના બનાવો વધી રહયા છે અને ફિટનેસ ધરાવતા ખેલાડીઓ પણ હવે તેમાંથી બાકાત નથી.
લ્યુટન ટાઉન અને બોર્નમાઉથ વચ્ચેની પ્રીમિયર લીગ મેચ શનિવાર 16 ડિસેમ્બરના રોજ ઇંગ્લેન્ડના ડોર્સેટમાં વાઇટાલિટી સ્ટેડિયમ ખાતે રમાતી હતી તે દરમિયાન લ્યુટન ટાઉનના કેપ્ટન ટોમ લોકયર (29)ને ચાલુ મેચ દરમિયાન જ કાર્ડિયાક અરેસ્ટ આવતા
બંને ટીમના તબીબી સ્ટાફ તરત જ મેદાનની અંદર પહોંચી ગયા અને લોકયરને પ્રાથમિક સારવાર આપવાનું શરૂ કર્યું અને થોડીવાર પછી તેમને સ્ટ્રેચર પર ગ્રાઉન્ડની બહાર લઈ જવામાં આવ્યા અને બાદમાં તેઓને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેઓના પરિવારના સભ્યો પણ પહોંચ્યા હતા અને તેમની હાજરીમાં સારવાર શરૂ થઈ હતી જ્યાં લોકયરની સ્થિતિ સ્થિર હોવાનું નિવેદન આવ્યું છે
લ્યુટન ટાઉનના ખેલાડીઓએ મેદાન પર પોતાના કેપ્ટન માટે પ્રાર્થના કરી રહ્યા હતા તે સમયે તેઓના ચાહકો પણ પોતાના ફેવરિટ પ્લેયર માટે રડતા હોવાના દ્રશ્યો જોવા મળ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે મે મહિનામાં કોવેન્ટ્રી ક્લબ સામેની મેચ દરમિયાન પણ લોકિયર પણ પડી ગયો હતો અને તેને તે વખતે પણ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેની હાર્ટ સર્જરી કરવામાં આવી હતી