રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે આજે રાજ્ય સરકારની કેબિનેટ બેઠક મળી રહી છે, રાજ્યના મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળનારી આ બેઠકમાં ખાસ કરીને PM મોદીના આગામી ગુજરાત પ્રવાસની તૈયારીઓ સહિત કમોસમી વરસાદથી રાજ્યમાં થયેલ નુકસાન બાદ સર્વેની પણ ચર્ચા ઉપરાંત વાયબ્રન્ટ ગુજરાત સમીટ જેવા મુદ્દા ઉપર ચર્ચા થઈ શકે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે સાંજે 5 વાગ્યે મળનારી કેબિનેટ બેઠકમાં વિવિધ મુદ્દે ચર્ચા થશે. આ બેઠકમાં વાયબ્રન્ટ ગુજરાત સમિટની તૈયારીઓની સમીક્ષા થશે અને કમોસમી વરસાદ બાદ ચાલી રહેલા સર્વેના સંદર્ભમાં ચર્ચા પણ થશે. આ સાથે બજેટસત્રની તૈયારીઓ, PM મોદીના આગામી ગુજરાત પ્રવાસ અને સરકારના નીતિગત વિષયો અને આગામી આયોજનો પર ચર્ચા થનાર હોવાનું સબંધિત વર્તુળોએ જણાવ્યુ હતું.